સ્વભાવ સ્વચ્છતા - સંસ્કાર સ્વચ્છતા'
Navsari : સામાજીક વનીકરણ વિભાગ નવસારીની સૂપા રેન્જ દ્વારા દાંડી દરિયાકિનારે સામુહિક સફાઇ કરી 'ઇન્ટરનેશનલ બીચ ક્લિનિંગ ડે'ની ઉજવણી કરાઇ
૧૫૦ કિલો પ્લાસ્ટિક અને ૧.૫ ટન અન્ય કચરો એકઠો કરી રિસાઇકલિંગ માટે આપવામાં આવ્યો
નવસારી,તા.૨૧: નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત સામાજીક વનીકરણ વિભાગ નવસારીની સૂપા રેન્જ દ્વારા 'ઇન્ટરનેશનલ બીચ ક્લિનિંગ ડે' જલાલપોરના દાંડી દરિયાકિનારે બીચ ક્લિંગિન કેમ્પેઇન હાથ ધરાયું હતું. સ્વછતા હી સેવા ૨૦૨૪ અભિયાનને પ્રાધાન્ય આપી જલાલપોર વિધાનસભાના ધારાસસભ્યશ્રી આર. સી. પટેલ, નવસારી તાલુકા પ્રમુખ નીલમબેન પટેલ, તાલુકા સદસ્યશ્રીઓ, જલાલપોર તાલુકાસંગઠનના સભ્ય શ્રીઓ, સામાજીક વનિકરણ વિભાગ નવસારીના ડી.સી.એફશ્રી ભાવનાબેન દેસાઈ, જીપીસીબીના પ્રાદેશિક અધિકારીશ્રી એચ.એમ.ગાવિંત મામલતદારશ્રી જલાલપોર મૃણાલદાન ઈસરાની, જલાલપોર તાલુકાના સરપંચશ્રીઓ ઉપરાંત નવસારી જિલ્લાની વિવિધ કોર્પોરેટ કંપનીઓ, ફિસરી કોલેજ નવસારીના વિધાર્થીઓ, જિલ્લાની વિવિધ એન.જી.ઓ, NNSના વિધાર્થીઓ, સહકારી મંડળી દાંડીના સદસ્યશ્રી, નગરપાલિકા જલાલપોરના સફાઈ કામદારો આ કામગીરીમાં જોડાઈને ૧૫૦ કિલો પ્લાસ્ટિક અને ૧.૫ ટન જેટલો અન્ય કચરો એકઠો કરી તેને કંપનીનેં રિસાઇકલિંગ માટે આપવામાં આવ્યો હતો. બાયોનોવા કંપની દ્વારા પ્લાસ્ટિક ફ્રી પ્રોડક્ટનો સ્ટોલ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આ સ્ટોલની મુલકાત બાદ ધારાસભ્યશ્રી તથા ઉપસ્થિત અન્ય મહાનુભાવો દ્વારા 'એક પેડ માં કે નામ' અંતર્ગત ઉપસ્થિત વોલન્ટીયરસને રોપા વાવેતર અને રોપ વિતરણ કરી સૌએ પ્રકૃતિ રક્ષણની પ્રતિજ્ઞા લીધી હતી.
0 Comments